HALOLPANCHMAHAL

હાલોલ:શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય નગરયાત્રા યોજાઇ.

તા.૭.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ડુમેલાવ ગામમાં હોળી પ્રસંગે ભવ્ય અને દિવ્ય નગરયાત્રા તેમજ વ્યસનમુકિત તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ યોજાયો હતો. આ અવસરે પ.પૂ.આચાર્ય સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે,ધન દ્રવ્યની શુદ્ધિ માટે ધર્મનો દશાંશ કાઢનાર મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી. આ દિવ્ય અવસરનો લાભ પંચમહાલ,દાહોદ, મહિસાગર વગેરે જિલ્લાના હરિભકતો તથા સ્થાનિક ગ્રામવાસીઓએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ.શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત મંડળ સહિત પૂર્વ ગુજરાતના પંચમહાલમાં વ્યસનમુક્તિ તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ સભર નગરયાત્રા યોજાઈ હતી તેમજ આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવવમાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં હોળાષ્ટક અવસરે વ્યસનમુક્તિ, વિશ્વશાંતિ, પર્યાવરણ રક્ષણ, ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ એકેડમીના ચીફ હિતેશભાઈ તથા મહિસાગર – પંચમહાલ જિલ્લાના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને દિલ્હી ખાતે સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ એનાયત કર્યો હતો એ સેવાને બિરદાવી હતી.આઠ કરતાં વધુ ભજન મંડળીઓને ગણવેશ, હાર્મોનિયમ, તબલાં, ઢોલક વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button