
વિજાપુર તાલુકા ના ખણુસા ગામે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા ગામની શ્રીમતી જેપી પટેલ હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વ 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મામલતદાર જે એસ પટેલ ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ધ્વજ ને રાષ્ટ્રીય ગાન સાથે સલામી આપવામાં આવી હતી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ તેમજ ભાજપના રાજકીય અગ્રણીઓ સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાષ્ટ્ર માટે બલિદાન આપનાર આઝાદી ના લડવૈયા ઓની યાદો તાજી કરવામાં આવી હતી શાળાના બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા હતા દેશ ની રક્ષા માટે જજુમતા સૈનિકો ની વેશભૂષા રાષ્ટ્રીય બલિદાન ના ગીતો સાથે નાટય શૈલી રજૂ કરવામાં આવી હતી શાળામાં ઉપસ્થિત બાળકો ને ચોકલેટ બિસ્કીટ સહિતની વહેંચણી કરી 75 પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી





