BANASKANTHAGUJARATPALANPUR

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરનું પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ઉમદા કાર્ય

27 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિશાળ પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના શાળા સંચાલન સમિતિના મંત્રીશ્રી વી.જી. ચૌધરી, સંકુલની તમામ વિદ્યાશાખાઓના પ્રિન્સિપાલશ્રીઓ, તમામ સ્ટાફ મિત્રો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરની ઉમદા કાર્યની અનોખી પરંપરા મુજબ આદર્શ વિદ્યાલય, વિસનગરના વય નિવૃત્ત થતા કર્મચારીશ્રી સોમાભાઈ ડી.ચૌધરીના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. શાળા સંચાલન સમિતિના મંત્રીશ્રી વી.જી.ચૌધરીએ રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતના મહત્વ અને મૂલ્યો વિશે પ્રાસંગિક પ્રવચન આપી રાષ્ટ્ર ભાવનાને આત્મસાત કરવા વિદ્યાર્થિઓને પ્રેરણા આપી હતી. શાળાના આચાર્યશ્રીએ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે આપેલ વીર શહીદોના બલિદાનોને યાદ કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરવા તથા દેશહિત માટે અગ્રેસર રહેવા વિદ્યાર્થિઓને ઉત્સાહિત કર્યા હતા.અંતમાં મો મીઠું કરી સૌ છૂટા પડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button