
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત કે તારા સાપુતારા ખાતે પેરાગ્લાઇડર દ્વારા
આન, બાન અને શાન સાથે રાષ્ટ્રના ત્રિરંગાને 1000 ફૂટ ઊંચાઈએ નિલ ગગન આકાશમાં હવામાં લહેરાવી 75 માં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી કરી
સમગ્ર દેશમાં 75માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.તેવામાં રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પેરાગ્લાયડિંગ એસોસિએશન સાપુતારાનાં નેજા હેઠળ ચાલતી પેરાગ્લાયડીંગ એક્ટિવિટીનાં અનુભવી પાયલોટો દ્વારા 75મો પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.સાપુતારા પેરાગ્લાયડિંગનાં અનુભવી પાયલોટમાં કાળુભાઈ ગાડવે તથા અન્ય પાયલોટો દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાને નિલગગન આભમાં હજાર ફૂટથી વધુ ઉંચાઈ લઈ જઈ આન બાન સાથે લહેરાવ્યો હતો.પેરાશૂટમાં પાયલોટ અને પ્રવાસીઓ પણ સવાર હોય જેથી નિલગગન આભની ઉંચાઈએ વિહરતી વેળાએ તિરંગો લહેરાતા સૌ કોઈએ સલામી મારી રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ કરી હતી..





