
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પ્રશંસનીય ચંદ્રક મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થતા અરવલ્લી જીલ્લાનું ગૌરવ વધાર્યુ
અરવલ્લી જીલ્લાનું ગૌરવ ૭૫ મા પ્રજાસત્તાક દિવસ ની સમગ્ર ગુજરાત અને ભારત મા ઉજવણી કરવામા આવી હતી ૨૦૨૪ ના પ્રજાસત્તાક દિવસ પ્રસંગે ગુજરાત રાજય પોલીસ દળના કુલ-૧૮ પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો તથા ૦૨ વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા ૧૬ પ્રશંસનીય સેવા ના પોલીસ ચંદ્રકો એનાયત થયા હતા જેમા અરવલ્લી જીલ્લા મોડાસા તાલુકા ના બોલુન્દરા ગામના વતની અને વડોદરા પી. સી. બી મા ફરજ બજાવતા બિન હથિયારી પો.સ.ઇ શ્રી શૈલેષકુમાર રામાભાઈ પટેલ ને પ્રશંસનીય ચંદ્રક મહામહિમ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થતા અરવલ્લી જીલ્લા નું ગૌરવ વધારેલ છે. પ્રશંસનીય ચંદ્રક મેળવવા મળતા સૌ પોલીસ પરિવાર, પરિવારજનો અને મિત્રો એ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.