
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા કક્ષાનો 75 મો પ્રજાસત્તાક પર્વ ભારતીય વિદ્યામંદિર દાવલી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો

મોડાસા તાલુકા કક્ષાનો 75 મો પ્રજાસત્તાક પર્વ ભારતીય વિદ્યામંદિર દાવલી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો જેમાં અધ્યક્ષ તરીકે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને મદદનીશ કલેકટર શ્રી દેવેન્દ્ર મીના સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો.
આ પ્રસંગે દાવલી પ્રાથમિક શાળા માલપુર પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના બાળકોએ પ્રભાવિત કરે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. દાવલી હાઇસ્કુલ ના શ્રેષ્ઠ આયોજનને ગામ લોકો તથા વહીવટી તંત્રએ આવકાર્યા.આજુબાજુના વિસ્તારના બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો. સમગ્ર કાર્યક્રમના ઉદઘોષક તરીકે શાળાનાં ઉત્સાહી આચાર્ય નરેશ પ્રજાપતિએ સફળ ભૂમિકા ભજવી.ગ્રામજનો તેમજ દાવલી હાઈસ્કુલ પરિવારે કાર્યક્ર્મ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી.









