
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી હાઇવેને અડીને આવેલ જી આઈ.ડી.સી.માં આવેલ ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં ભયાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી જેની જાણ નવસારી ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છતાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ગણદેવી બીલીમોરા અને બારડોલી ફાયર વિભાગના ફાઈટરો ઘટના સ્થળે પહોચી હંગામી ધોરણે આગને કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં મેટ્રેસ ફોમ બનતા હોય મેટ્રેસ ફોમના જથ્થાના કારણે આગ વિકરાળ સ્વરૂપ લીધો હતો જોકે પ્રાથમિક દ્રષ્ટિએ સૉર્ટ સર્કિટ થી લાગી હોવાનું ફાયર વિભાગની ટીમે તારણ કાઢ્યું હતું જોકે સાચું કારણ તપાસ બાદ સામે આવશે પરંતુ હાલમાં તો ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં મેટ્રેસ ફોમ બળીને ખાક થઈ જતા ભારે નુકશાની જોવા મળી રહી છે. ભારે જાહેમદ બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી આગ પર કાબુ મેળવતા લોકો હાંશકારો અનુભવ્યો હતો





