BHUJKUTCH

ભુજમાં સાત સાત સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્યાતિભવ્ય ભાવપૂર્ણ ઉજવણી કરાઇ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

કાર્યક્રમની પૂર્વ સવારે ” સ્વચ્છતા ત્યા પ્રભુતા” થીમ હેઠળ મંદિર તેમજ સાર્વજનિક પ્લોટમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

ભુજ : ભગવાન શ્રીરામ મંદિર તેમજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવ્ય તેમજ ભવ્ય મહોત્સવને ભક્તિ પાર્ક, રાધિકા પાર્ક, સિમંધર સિટી, લાભ-શુભ સોસાયટી, સ્વામીનારાયણ નગર, માનસી બંગલોઝ, મણીભદ્ર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે લાભ-શુભના શિવ મંદિર પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં સૌ સનાતનીઓ દ્વારા ખૂબ જ ભાવપૂર્ણ તેમજ ઉત્સાહભેર ઉજવવામાં આવેલ હતો. જેમાં આ કાયૅક્રમની પૂર્વ સવારે “સ્વચ્છતા ત્યા પ્રભુતા” થીમ હેઠળ મંદિર તેમજ સાર્વજનિક પ્લોટની સફાઈ કરવામાં આવેલ હતી. જેમા સફાઈ કામદારો સાથે રામ ભક્તોની ટીમ તેમજ નગરસેવક મનુભા જાડેજા પણ જોડાયેલ હતા. રામોત્સવના દિવસે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી વિવિધ રામમય કાર્યક્રમો યોજવામા આવેલ હતા. જેમા સૌ પ્રથમ તમામ સોસાયટીના મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રીરામ વિષયને લગતી રંગોળી બનાવવામાં આવેલ હતી. ત્યારબાદ આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય રવાડી-શોભાયાત્રા સિમંધર સિટીના ગેટથી વાજતે ગાજતે લાભ-શુભ સોસાયટીની અયોધ્યા નગરી સુધી પહોંચતા વચ્ચે આવતી તમામ સોસાયટી દ્વારા સામૈયુ કરવામાં આવેલ હતુ. આ દ્રશ્ય ખરેખર અલૌકિક અને ભાવવિભોર કરનારુ હતુ. લાભ-શુભ સોસાયટીના એટલે એ દિવસની અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરી મહા આરતી કરવામાં આવેલ હતી. ત્યારબાદ LED પર અયોધ્યાથી થતા શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના જિવંત પ્રસારણને નિહાળતા સૌ સનાતનીઓ ભાવવિભોર બન્યા હતા અને એ ખૂશીને વ્યક્ત કરતા આનંદ ઉલ્લાસ સહ રાસ ગરબા રમ્યા હતા અને મહિલા મંડળ દ્વારા રામધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવેલ હતા. નાના નાના બાળકો દ્વારા ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, લવ-કુશ, વગેરે પૌરાણિક પાત્રોની વેશભૂષા કરેલ હતી. તમામ સનાતનીઓ માટે મહા પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતુ.

મહિલા મંડળ દ્વારા સંધ્યા આરતી કરાઇ હતી. આ કાયૅક્રમના મુખ્ય દાતા તરીકે ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ સહયોગી દાતા તરીકે અલ્પેશભાઈ જાની રહ્યા હતા. તમામ સોસાયટીના હોદ્દેદારશ્રીઓ તેમજ રામ ભક્તોનો સહયોગ સાપડ્યો હતો. નગરસેવક શ્રી મનુભા જાડેજાએ પ્રેરક હાજરી આપેલ હતી. . પ્રાસંગીક ઉદબોધન ઘનશ્યામસિંહ જાડેજાએ કરેલ હતુ. કાર્યક્રમની રુપરેખા અલ્પેશભાઈ જાનીએ આપેલ હતી. સંકલનની જવાબદારી જયવિરસિંહ જાડેજાએ સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અશોકભાઈ જોષીએ કરેલ હતુ. આ કાયૅક્રમમાં તમામ સોસાયટીના લગભગ ૮૫૦થી પણ વધુ રામ ભક્તો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજકોમાં ભક્તિ પાર્ક પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, અલ્પેશભાઈ જાની, જયવિરસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ ઠક્કર, કિરણભાઇ સોલંકી, મીતાબેન જેઠી, અશોકભાઇ જોષી, વિરેન્દ્રસિંહ જાડેજા, આનંદભાઇ, બળુભા, રોહિતભાઇ, હિતેશભાઇ ગણાત્રા તેમજ તમામ સોસાયટીના તમામ સનાતનીઓએ જહેમત ઉઠાવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button