
૨૪-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા કચ્છ :- અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા અને તેની આસપાસના ગામોમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો અવારનવાર આયોજીત કરવામાં આવે છે. તાજેતરમાં લખપત તાલુકામાં મેડિકલ કેમ્પ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા આરોગ્ય, જનરલ ચેક-અપ તેમજ આંખના રોગો માટે નિ:શુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવી હતી. જાડવા ગામે મલ્ટીસ્પેશ્યાલિટી કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ તબીબોએ ઘરઆંગણે લોકોને સેવાઓ પૂરી પાડી હતી.લખપત તાલુકાના જાડવા સહિતના વિસ્તારોમાં લોક આરોગ્યને સમૃદ્ધ કરતો મલ્ટીસ્પેશ્યાલિટી કેમ્પ આયોજીત કરવામાં આવ્યો. જેમાં મહિલાઓની ન કહેવાતી અને ન સહેવાતી પીડાઓને સમજી મહિલા ડોક્ટરે નિદાન અને સારવાર આપી હતી. અનુભવી સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉકટરે આ આરોગ્ય કેમ્પમાં મહિલા દર્દીઓને સચોટ નિદાન, તબીબી માર્ગદર્શન સહિત સારવાર આપી હતી. સામાન્ય રીતે ગ્રામીણ મહિલાઓ સ્વયંના સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન આપતી નથી. વળી નિયમિત અને સ્વસ્થ ખોરાક જેવી આવશ્યક બાબતોને પણ અવગણતી હોય છે. એટલું જ નહી, તેમને વાસી ખોરાક તેમજ ખેતી અને પશુપાલનમાં વ્યસ્ત હોવાથી અનેક પ્રકારના સંક્રામક રોગો થવાની પણ સંભાવનાઓ હોય છે. તેવામાં આ મેડિકલ કેમ્પમાં તેમને સ્વસ્થ શરીર માટે નિયમિત આહાર-વિહાર અને ધ્યાનમાં લેવાની અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. કનિકાબેન આશતે ગામડે-ગામડે ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્યને તંદુરસ્થ કરવાનું કામ કર્યુ હતું. જાડવા, અદાણી સિમેન્ટ સાંઘીપુરમ કોલોની વગેરે જગ્યાએ 280 થી વધુ સ્થાનિકોએ આ હેલ્થ કેમ્પનો લાભ લીધો હતો. મલ્ટીસ્પેશ્યાલિટી કેમ્પમાં જી.કે. જનરલના બાળરોગોના નિષ્ણાંત ડૉ. મૈત્રીબેન પાઠક, આંખના ડૉ. રવિ સોલંકી અને અદાણી હોસ્પિટલના ડૉ. ડોડીયાએ પણ તબીબ સેવાઓ પ્રદાન કરી હતી. જરૂરિયાતમંદોને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો પૂરતો લાભ મળી રહે તે માટે ફાઉન્ડેશનની ટીમ દ્વારા માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.અદાણી ફાઉન્ડેશન અંતરિયાળ વિસ્તારોના લોકોને ઘરઆંગણે પ્રાથમિક સારવાર સુવિધા મળી રહે તે માટે હંમેશા કાર્યરત છે. અદાણી હોસ્પિટલ આધુનિક સાધનો અને રોગ-નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમાં સાર્થક સેવાઓ આપી રહી છે. માછીમાર વસાહતોમાં મેડિકલ મોબાઈલ વાન તથા દવાખાનાની સુવિધા અપાઈ રહી છે.