BHACHAUGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા દ્વારા શ્રી સામખિયાળી કુમાર શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.

૨૩-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા દ્વારા શ્રી સામખિયાળી કુમાર શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભચાઉ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અઘ્યક્ષ શ્રી રવિભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય વકતા શ્રી અનિલકુમાર રાઠોડ (સહ સંગઠન મંત્રી કચ્છ જિલ્લો ) દ્વારા   સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા  શિક્ષકોને  શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા HTAT અઘ્યક્ષ શ્રી ભરતભાઈ ભુરીયા દ્વારા  માત્ર હક નહિ પણ ફરજ ને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠનની ગતિવિધિની માહિતી આપી હતી. અતિથિ વિશેષ ભચાઉ તાલુકા બી.આર.સી. કો. ઓ.શ્રી વિજયભાઈ પંડ્યા દ્વારા શિક્ષક અને કર્તવ્ય વિશે માહિતી આપી હતી. અંતે કેળવણી નિરીક્ષક શ્રી પ્રકાશભાઈ પાટીલ દ્વારા તમામનો આભાર માની આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી પ્રભુભાઈ આહીર ( મહામંત્રી ભચાઉ ), શ્રી હર્ષદભાઈ પટેલ ( રાજ્ય પ્રતિનિધી કચ્છ ), શ્રી ચંદ્રેશભાઈ જોશી ( સંગઠન મંત્રી ભચાઉ ), શ્રી નિકુંજભાઈ પટેલ ( સહ સંગઠન મંત્રી ભચાઉ ), શ્રી કિરણભાઈ સોલંકી ( ઉપાધ્યક્ષ ભચાઉ , શ્રી વસંતભાઈ દરજી (ઉપાઘ્યક્ષ ભચાઉ ), શ્રીમતિ સંગીતાબેન પટેલ ( મહિલા ઉપાઘ્યક્ષ ), શ્રી રામચંદ્રભાઈ રાજગોર ( કોષાધ્યક્ષ ભચાઉ ), શ્રી હિતેન્દ્રભાઈ પાવરા ( પ્રચાર પ્રમુખ ભચાઉ ), શ્રી પાર્થભાઈ હુડકા ( કારોબારી સભ્ય ), અને બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શબ્દ રથના સારથી ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button