
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી વિજલપોર નગરપાલિકમાં નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ દ્વારા રૂ.12.42 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના વોર્ડ નં. 13 સ્થિત નવસારી વીજલપોર નગરપપાલિકામાં 9.75 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે,
વિકાસને વરેલી રાજય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં પણ વિકાસની ગતિ અવિરત ચાલતી રહે તે માટે કરોડોની ગ્રાંન્ટની ફાળવણી કરવામાં આવે છે. નવસારી નગરપાલિકામાં પણ ટુંકા ગાળામાં કરોડના વિકાસકામો પૂર્ણ થયા છે. કરોડના વિકાસકામોની મંજુરી આપવામાં આવી હોવાથી નગરપાલિકાના વિવિધ વિકાસ કર્યોથી નગરજનોની સુખાકારી માં વધારો થશે સાથે અન્ય પ્રકલ્પોની વિગતો આપતા કહ્યું કે, લોકોને રસ્તા , પાણી, આરોગ્યથી માંડીને અનેકવિધ સુવિધાઓ પુરી પાડવા રાજય સરકાર કટિબધ્ધ છે ત્યારે સૌને આ વિકાસધારામાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ , નવસારી ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ ,નવસારી નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત સ્થાનિક નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





