GUJARATNAVSARIVANSADA

વાંસદા,કાવડેજ શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં પરમ પૂજ્ય છોટે મોરારી બાપુની શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પારંભ

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

 

સમસ્ત કાવડેજ ગામ પરિવાર દ્વારા શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્દ ભાગવત કથાનું કરાયું આયોજન.

 

વાંસદા તાલુકાના કાવડેજ ગામના સમસ્ત ગામ પરિવાર દ્વારા પરમ પૂજ્ય છોટે મોરારી બાપુના અમૃત વાણીનો લાભ લેવા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું જેની પોથી યાત્રા બાળુભાઇ ભોયા, વિનયભાઈ ભોયા કાવડેજ પટેલ ફળીયા હનુમાનજી મંદિરથી આદિવાસી વાજીંત્રો અને ડીજેના તાલે ભાગવતની પાલખી યાત્રા ગામજનોની વિશાળ સંખ્યામાં વાજતે ગાજતે નીકળતા કાવડેજ ત્રણ રસ્તા હાઇવે પાસે રાસ ગરબા રમતા જનમેદની ભક્તો જનોની જોવા મળી હતી અને શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં પહોંચી હતી. પોથીનું પૂજન અને પરમ પૂજ્ય બાપુનું સ્વાગત કથાના યજમાન સરોજબેન નરસિંહભાઈ ગાયકવાડ દ્વારા કરાયું હતું ત્યારબાદ પ્રાર્થના તથા સ્વાગત ગીત શાળાની બાળાઓ દ્વારા કરાયું. મહેમાનોમાં જિ. પં. ઉપ પ્રમુખ અંબાબેન માહલા, માજી તા. પ્રમુખ શાંતુભાઇ ગાંવિત, માજી તા. ઉપ પ્રમુખ દશરથભાઈ,ચીમનભાઈ રેલવે કર્મચારી વગેરેઓનું પુષ્પ આપી સન્માનિત કરાયા હતાં. પહેલા દિવસે કથાની શરૂઆતમાં જ બાપુની અમૃત વાણી દ્વારા ભાગવત કથાના ભક્તો જનોને સંદેશ અયોધ્યામાં 22 મી એ રામ બેસવાના છે ત્યારે આપણે કાવડેજ ગામને અયોધ્યા બનાવવાનું છે.શ્રદ્ધા એજ ભગવાનનું દર્શન? કાવડેજ ગામના વડીલોનું સંસ્કારનું વાવેતર સારુ હોય એટલે પોથી યાત્રામાં આટલી જન મેદની ભક્તો જનો દ્વારા જોવા મળી ભારતનોજ રામ નથી આખા વિશ્વનો રામ છે. કાવડેજ ગામના દરેક ફળીયાની કથા કાવડેજ ગામ એક થયું. રામને જોવા હોય તો મારા આદિવાસી વિસ્તારમાં આવો. શબરીને મળવા રામ ઘેર ગયા હતાં કાવડેજનું નામ રામાયણમાં અખંડ રહશે તેવું વ્યાસ પીઠ પરથી શ્રોતાઓને બાપુએ જણાવ્યું હતું.શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.સાથે સાત દિવસની કથામાં આવનારા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. કથાના આચાર્ય અંકુરભાઈ શાસ્ત્રી, વ્યસ્થા સમિતિ અને આયોજક દ્વારા ખુબ જ જહેમત થી આયોજન કરાયું છે.

[wptube id="1252022"]
Back to top button