500 વર્ષ બાદ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.. રાજા રામની જન્મભૂમિ ખાતે રામ બિરાજમાન થતા સમગ્ર દેશ સહિત સાબરકાંઠા જિલ્લો પણ રામભક્તિ માં રંગાયો છે.. સાબરકાંઠાના વડાલી ખાતે હજારોની જન્નતની ભગવાન રામની શોભાયાત્રા યોજાઇ હતી.. વડાલી ખાતે નીકળેલી ભગવાન રામ ની શોભાયાત્રા માં સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા સહિત મોટી સંખ્યામાં R.R.S, V.H.P, બજરંગ દળ, સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં રામ ધૂન માં રંગાયા હતાં…
અયોધ્યા ખાતે ભગવાન રામલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઇ સમગ્ર દેશ રામ મય માહોલ માં રંગાયો છે.. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું.. ભગવાન રામલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઇ સમગ્ર દેશ માં રાજા રામ ની શોભાયાત્રા મહાઆરતી રાસ-ગરબા લોક-ડાયરા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.. વડાલી ખાતે રાજા રામ ની ભવ્ય શોભાયાત્રા વડાલી નાં મુખ્ય માર્ગ સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોને દર્શન આપ્યાં હતાં.. વડાલી ખાતે નીકળેલી વિશાળ શોભાયાત્રા માં 25 હજાર કરતાં વધુ રામ ભક્તો રામ મય વાતાવરણમાં રંગાયા હતાં.. સમગ્ર વિસ્તાર જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો.. જેમાં ઇડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા કેસરીયો રંગ ધારણ કરી શોભાયાત્રા માં જોડાયા હતા…
રિપોર્ટ, જયંતિ પરમાર સાબરકાંઠા