AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઇ,આહવા,સાપુતારા સહિત ગામડાઓમાં હર્ષોઊલશે રામોત્સવની ઉજવણી ભવ્ય ઉજવણી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, પ્રવેશદ્વાર વઘઈ,આહવા સહિત જિલ્લાભરનાં તમામ ગામડાઓમાં ધામધૂમ પૂર્વક રામોત્સવની ઉજવણી કરવામાં આવી..અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લાનાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મારો રામ આવ્યોનાં નાદ સાથે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,સુબિર, પ્રવેશદ્વાર વઘઈ સહિત જિલ્લાભરનાં ગામડાઓમાં હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં  પૂજા – અર્ચના, હોમ હવન સહિત વિવિધ કાર્યક્રમ યોજી ઠેર ઠેર રામોત્સવના અવસરને વધાવી લેવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર એવા વઘઇમાં રામોત્સવને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો  હતો.ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનાં શુભ  અવસરે વઘઇ અંબા માતાજીના મંદિરે દર્શન, પૂજા અર્ચના, હોમ હવન, રામઘુન,સહિત મહા પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ મંદિરને શણગારીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.વઘઇ ખાતે યોજાયેલ  શોભાયાત્રામાં ડાંગ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત આગેવાનો, નગરજનો, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા બાદ નગરજનોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી.તેમજ આહવાના મેલડી માતા મંદિર ખાતે શાંતિ હવન, મહા આરતી તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં  આવ્યું હતું.અને  હનુમાન મંદિર મારુતિ કોમ્પ્લેક્સ થી ક્રાંતિનગર હનુમાનજી મંદિર થઈ દંડકેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામૂહિક કાર્યક્રમમાં દરેક ભાઈઓ બહેનો તથા બાળકો ભગવા રંગનો પહેરવેશ પહેરીને શોભાયાત્રામાં સહભાગી થયા હતા. અને મહાદેવ મંદિર ખાતે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો.જ્યારે પ્રભુશ્રી રામ સાથે જોડાયેલ શબરીધામ સુબિર ખાતે પણ ભવ્ય રીતે રામોત્સવ ઉજવાયો હતો.રામ લલ્લાનાં ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અહી પણ ભજન,કીર્તન,આરતી અને યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા હતા.ગિરિમથક સાપુતારા ખાતે સાઈ મંદિર સાપુતારા દ્વારા રામોત્સવ નિમિત્તે ભવ્ય રેલી સહિત પ્રસાદીનું આયોજન કર્યુ હતુ.ત્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં રામમયનો માહોલ બન્યો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાનાં લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિર્જળા ઉપવાસ રાખી રામોત્સવની અનોખી રીતે ઉજવણી કરી હતી.આજરોજ જિલ્લાભરમાં પારંપરિક નૃત્ય સાથે ઠેર ઠેર ભગવો લહેરાવવામાં આવ્યો હતો.ત્યારે  હિન્દુ સમાજના સ્વયંસેવકો એ ભારે જહેમત ઉઠાવ્યા બાદ સમગ્ર જિલ્લામાં રામોત્સવ કાર્યક્રમ સફળ બનાવી મારો રામ આખરે આવ્યોનું સ્વપ્ન સાર્થક બનાવ્યુ હતુ…

[wptube id="1252022"]
Back to top button