સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતેથી નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ. વાઘેલાના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સાબરકાંઠા જિલ્લા સેવા સદન ખાતેથી નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ. વાઘેલાના હસ્તે ઇ.વી.એમ મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
*******
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, સાબરકાંઠા જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટ ના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમાં જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ની કચેરી, ગુજરાત રાજ્ય ના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ LED વાનને સાબરકાંઠા જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી કે.એ. વાઘેલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લાના તમામ મતદાર વિભાગ માં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શન થી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.
આ ઇ.વી.એમ. નિદર્શન વાન જિલ્લાના દરેક બુથ પર જઈને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાન મા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીન ના માધ્યમથી મત કઈ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા સરળ ભાષામાં સમજાવવામાં આવશે.
જયંતિ પરમાર સાબરકાંઠા