GUJARATJETPURRAJKOT

Rajkot: જસદણ – વીંછિયા વિસ્તારના બેલડા ,જનડા અને કાળાસર ગામે પ્રોટેક્શન વોલના કામનું ખાતમુહૂર્ત કર્યું

તા.૨૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા વીંછિયા તાલુકાના બેલડા ,જનડા અને જસદણ તાલુકાના કાળાસર ગામે સિંચાઇ વિભાગ દ્વારા આયોજિત પ્રોટેક્શન વોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જોડાયા હતા.

આ પ્રસંગે કાળાસર ગામે સંબોધન કરતા મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, ગામમાં પણ શહેર સમકક્ષ સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રામ્ય કક્ષાએ ઈ- સેવા કેન્દ્રો થકી સરકારી સેવાઓ તાલુકા કે જિલ્લા મથકે ગયા વગર ગામમાં જ ઉપલબ્ધ થઈ છે. આ વિસ્તારના તમામ ગામોની જરૂરિયાત અને રજૂઆતો અનુસાર તબક્કાવાર વિકાસકાર્યો સતત ખૂબ ઝડપથી ચાલી રહ્યા છે. કાળાસર ગામમાં રૂ.૩૯.૧૪ લાખના ખર્ચે બનનાર ૭૨૦ મી. લાંબી અને ૧.૮૫મી. ઊંચી સુરક્ષા દીવાલથી શિવસાગર નાની સિંચાઇ યોજનાનાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદની આવક ઉપરવાસમાં આવેલ કાળાસર ગામથી ધેલા સોમનાથ જવાના રસ્તાને પુરથી રક્ષણ મળશે.

ઉલ્લેખનીય છે કે, બેલડા ગામમાં રૂ.૧૫.૮૮ લાખના ખર્ચે બનનાર ૧૦૦ મીટર લાંબી અને ૩.૫૦ મી. ઊંચી સુરક્ષા દીવાલથી સ્મશાન અને આજુબાજુનાં રહેણાંકને પુરથી રક્ષણ મળશે.જનડા ગામમાં રૂ.૩૯.૭૭ લાખના ખર્ચે બનનાર સુરક્ષા દીવાલથી ડાબા કાંઠે દરગાહ તેમજ જમણાં કાંઠે આવેલ સ્મશાનને પુરથી રક્ષણ મળશે. ડાબા કાંઠે ૧૮૫.૦૦ મી., જમણા કાંઠે ૧૮૦ મી. લાંબી દિવાલ તૈયાર કરવામાં આવશે. આ તમામ સ્થળોએ જરૂરી ખોદકામ તથા કોંક્રીટ બાંધકામ કરીને સુરક્ષા દીવાલ તૈયાર કરવામાં આવશે.

આ પ્રસંગે સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એચ.એચ.શર્મા, ઇજનેરશ્રી એસ.એ. ચૌધરી, સરપંચશ્રી તેમજ અન્ય અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button