
મોરબીના ભડીયાદ રોડ ઉપર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયી
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ મફતિયાપરામાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના સાધનો સાથે એક ઈસમની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજ પાછળ મફતિયાપરા મોરબી-૨ માં મોરબી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી પડતર જમીનમાં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશીદારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવતા ગરમ આથો આશરે લીટર-૬૦ કિ.રૂ.૧૨૦/- તથા ઠંડો આથો આશરે લીટર-૫૦૦ કિ.રૂ.૧૦૦૦/- તથા દેશીદારૂ આશરે લિટર-૩૦ કિ.રૂ.૬૦૦/- તથા ભઠ્ઠીના સાધનો ગેસનો બાટલો નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/- તથા ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-૦૧ કિ.રૂ.૩૦૦/- તથા ટીનનું ટોપીયુ/તગારુ નંગ-૧ કિ.રૂ.૨૦૦/- તથા પતરાનું બેરલ નંગ-૧ કિ.રૂ.૨૦૦/- તથા સ્ટીલની થાળીમાં ભુંગળી ફીટ કરેલ તે કિ.રૂ.૫૦/- એમ કુલ કિ.રૂ. ૩,૪૭૦/-ના મુદ્દામાલ સાથે આરોપી દીનેશભાઇ મગનભાઇ સોલંકી ઉવ.૪૧ રહે-ભડીયાદ રોડ, સાયંસ કોલેજ પાછળ, મફતીયાપરા મોરબી-૨ મળી આવta તેની અટક કરી આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








