AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાંથી સાધ્વી યશોદા દીદીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ મળ્યુ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાન માટે ડાંગના પૂજ્ય સાધ્વી યશોદા દીદી ને નિમંત્રણ મળતા તેમને તેમના ભાવિક ભક્તો સહિત અનુયાયીઓએ જય શ્રી રામના નારા સાથે વધાવી લીધા છે.શ્રી રામ લલ્લા અયોધ્યા મંદિર ખાતે દેશભરમાંથી ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે,ત્યારે 22મી જાન્યુઆરી એ યોજાનાર શ્રી રામ લલ્લા મંદિરના પ્રાણપ્રતિષ્ઠાન માં ભગવાન શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યાના અધ્યક્ષ નૃત્યગોપાલજી સ્વામીનાં  શિષ્યા અને ડાંગ જિલ્લાનાં પૂજ્ય યશોદા દીદી ને પણ નિમંત્રણ મળતા ડાંગ જિલ્લાનાં ભાવિક ભક્તોમાં ખુશી છવાઈ છે.જેમાં ભાવિક ભક્તો દ્વારા પૂજ્ય સાધ્વી યસોદાદીદીને સન્માન ભેર અયોધ્યા જવા માટે રવાના કર્યા છે.ડાંગ જિલ્લામાં અનાથ બાળકીઓનાં ઉત્કર્ષ માટે જોડાયેલા પૂજ્ય સાધ્વી યશોદા દીદીને અયોધ્યામાં ખાતે આમંત્રણ મળતા ભક્તોએ જયશ્રીરામના નારા સાથે તેઓને રવાના કર્યા હતા..

[wptube id="1252022"]
Back to top button