GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા નાં માર્ગદર્શન હેઠળ મહાનગર બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ હતી જેમાં સરલ એપમાં વેરીફીકેશન,નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર, પ્રઘાનમંત્રી વિશ્વકર્મા યોજના, ગાંવ ચલો અભિયાન, લાભાર્થી સંપર્ક અભિયાન, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, બક્ષીપંચ મોરચા હોસ્ટેલ સંપર્ક, ખાટલા બેઠકો, બક્ષીપંચ મોરચાના સંમેલન, આગામી દિવસોમાં કાર્યક્રમ ના ઈન્ચાર્જ ની નિમણૂક કરવામાં આવી હતી બેઠક માં બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે.ચાવડાજી, બક્ષીપંચ મોરચાનાં મહાનગર પ્રમુખ વિજયસિંહ ઝાલા, મહામંત્રી પુંજાભાઈ સિસોદિયા, વનરાજભાઈ સુત્રેજા, જેઠાભાઈ ઓડેદરા, કેતન નાઠા તથા હોદેદારો સહિત કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા. મીડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button