GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા ના રાજીનામા બાદ સ્થાનીક રાજકારણ માં ગરમી ભાજપે તાલુકા માં કોંગ્રેસ ની હેટ્રીક વિકેટ લીધી

વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા ના રાજીનામા બાદ સ્થાનીક રાજકારણ માં ગરમી ભાજપે તાલુકા માં કોંગ્રેસ ની હેટ્રીક વિકેટ લીધી
[પીઆઇ પટેલ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ નરેશભાઈ રાવલ પૂર્વ ધારાસભ્ય સભ્ય મંત્રી વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસ સીજે ચાવડા ને લઈ તાલુકા માં ભાજપે હેટ્રીક લીધી ]
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા માંથી કોંગ્રેસ ના બેનર ઉપર ચૂંટાઈ ને આવેલ ધારાસભ્ય સીજે ચાવડા એ સ્થાનીક કાર્યકરો ની સાથે વાર્તાલાપ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ ઉપર થી રાજીનામુ વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ને આપતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી પકડી હતી કોંગ્રેસના મતદારો માં ચર્ચા જાગી કે ભાજપે ભારે કરી કોંગ્રેસના ધારાસભ્યો ની લગાતાર કોંગ્રેસ પક્ષ માંથી વિકેટ ખેરવી ને હેટ્રીક લીધી કોંગ્રેસ ના સ્થાનીક કાર્યકરો ની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે સૌથી પહેલા પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલને ભાજપ માં લાવી ખેસ પહેરાવ્યો ત્યારબાદ કોંગ્રેસના મૂળ ગણાતા પૂર્વ ધારાસભ્ય અને ઉધોગ અને ગૃહમંત્રી રહી ચૂકેલા નરેશભાઈ રાવલ ને ભાજપમાં લાવી ખેસ પહેરાવ્યા બાદ વર્તમાન ધારાસભ્ય સીજે ચાવડા ને પણ તા 4 ફેબ્રુઆરી સુધીમાં ભાજપમાં લાવવા નો વ્યૂહ ઘડાઈ ગયો છે કોંગ્રેસ માં નેતાઓ વગર બનાવી ભાજપે પોતાની શક્તિ નો પરચો આપ્યો છે ગત ચૂંટણી માં મતદારો સમક્ષ પોતાને અર્જુન દર્શવનાર ભાજપનો ખેસ પહેરવા જઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ મતદારો ઉપરથી વિશ્વાસ ગુમાવવા નો વારો આવ્યો છે તેવું ચિત્ર હાલ તાલુકામાં ઉપસ્થિત થઈ રહ્યું છે કોંગ્રેસ ના મૂળ મતદારો પણ નેતાઓ ના આવન જાવન કારણે ભારે વિમાસણ માં મૂકાઈ છે ત્યારે સ્થાનીક કોંગ્રેસ મૂક પ્રેક્ષક બની રહી છે

[wptube id="1252022"]
Back to top button