AHAVADANG

Dang: વન સેતુ ચેતના યાત્રા’ના શુભારંભની સાથે સાથે વન વિભાગની વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી ‘વન સેતુ ચેતના યાત્રા’ના શુભારંભ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું.
દરમિયાન મુખ્યમંત્રીશ્રીના હસ્તે માલકી યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના વઘઈ રેંજમાં લાભાર્થી શ્રી લક્ષ્મણભાઈ મલુગામ ગાવિત-જામલાપાડાને રૂ.૧૦,૨૨,૮૫૭/-, ચીખલી રેંજમાંથી શ્રી અર્જુનભાઈ ચીમનભાઈ પાલવા-ગુંદવહળ જેમને રૂ.૮,૩૬,૮૬૯/- તથા વઘઈ શ્રીમતિ શરૂબેન બનસ્યાભાઈ પવાર-ઉગાચિચપાડા જેમને રૂ.૪,૫૬,૯૫૬/- ના ચેક અર્પણ કર્યા હતા.

ઉપરાંત વન લક્ષ્મી યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના ચીચીનાગાંવઠા રેંજમાં લાભાર્થી શ્રીમતી સુંદરબેન જીવલભાઈ ચૌધરી શ્રી પીંપરી વન વિકાસ સહભાગી મંડળી લી. રૂ.૧૯,૨૮,૫૫૯/- તથા ગલકુંડ રેંજમાં શ્રી બાડુભાઈ ઝીપરભાઈ વાડુ શ્રી વિહિરઆંબા વન વિકાસ સહભાગી મંડળી લી. રૂ. ૧૧,૭૦,૦૫૮/- ના ચેકોનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી “વનધન” વિકાસ યોજના હેઠળ દક્ષિણ ડાંગ વિભાગના વઘઇ રેંજમાં લાભાર્થી શ્રીમતી આનંદીબેન દેવસીંગભાઈ બાગુલ પ્રધાનમંત્રી વન ધન વિકાસ કેંદ્ર વધઈ જેમને મીની ઓઈલ મેકર મશીન તથા ઉત્તર ડાંગ વિભાગ કાલીબેલ રેંજમાંથી શ્રીમતી રક્ષુબેન મહેશભાઈ બાગુલ પ્રધાનમંત્રી વના ધન વિકાસ કેંદ્ર કાલીબેલ જેમને મશરૂમ ગ્રાઈડર મશીન અર્પણ કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button