
18 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા
પાટણ ખાતે યોજાયેલ ઝોન કક્ષાની બાળવાર્તા કથન સ્પર્ધામાં ભુતેડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તન્વી પ્રવીણભાઈ ભુતડીયા પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ ભૂતેડી પ્રાથમિક શાળા અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવાર તેમજ સી.આર.સી કોઓર્ડીનેટર શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા તેને અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે આ અગાઉ તન્વીએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું પ્રતિનિધિત્વ ઝોન કક્ષાએ કરેલ તેમાં તે પ્રથમ ક્રમે વિજેતા થતા હવે રાજ્ય કક્ષાએ પોતાની કલાનું પ્રદર્શન કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ શાળા પરિવાર દ્વારા પાઠવવામાં આવે છે
[wptube id="1252022"]





