
કેશોદના કણેરી ગામે આજે ૧૦૦મો પાટઉત્સવ અને સોનલમાં ના ૧૦૦ વર્ષ પુરા થતા ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં આજે બિજના દિવસે મહિયા ક્ષત્રિય સમાજની ૧૦૦ બાળાઓએ કળશ અને ૧૦૦ ધ્વજાઓ સાથે ગામની અંદર આવેલ બુટ ભવાનીમાં ના મંદિરે થી ડી.જે ના તાલે વાજતે ગાજતે એક કિલ્લો મીટર મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ૧૦૦મો સોનલ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી આજુબાજુના ગામના લોકો તેમજ રાજસ્થાન માંથી ચારણ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને ત્રણ દિવસ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાર કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભોજન ના દાતા જયદેવભાઈ ગોહિલ મુખ્ય પદમાં જોડાયા હતા
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]





