ગુજરાત લગ્ન અધિનિયમ 2006 નાં એક્ટ માં સુધારો કરવા ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી

ગુજરાત લગ્ન અધિનિયમ 2006 નાં એક્ટ માં સુધારો કરવા ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.. લગ્ન નોધણી સમયે માતા-પિતા ની સહી ફરિજયાત કરવા રજૂઆત કરવામાં આવી છે.. હાલના યુગમાં યુવકો સોશિયલ મીડિયા થકી યુવતી ઓને પોતાની પ્રેમ જાડ માં ફસાવી યુવતી સાથે પ્રેમ લગ્ન કરતાં હોઈ છે.. જેમાં હાલનાં સમયે લગ્ન નોધણીમાં બે સાક્ષી ઓ બ્રહ્માન , વકીલ ,લગ્ન નોંધણી અધિકારીની જરૂરિયાત થતી હોય જેમાં ગેરરીતિ અન્યાય તેમજ છેતરપિંડી અટકાવવા લગ્ન કાયદામાં માતા-પિતા ની હાજરી અને સહિ ફરિજયાત કરવાં ભાજપના ધારાસભ્ય દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે…
આધુનિક યુગમાં ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે યુવક યુવતીઓ વઘુ પડતા સોશિયલ મીડિયામાં રચાપચા રહેતાં હોય છે.. સોશિયલ મીડિયા થકી યુવતી સાથે પ્રેમ સંબધ બાંધી તેની સાથે લગ્ન કર્યાંનાં પુરાવા આપણે ખ્યાલ હશે.. જૉકે છેલ્લા કેટલાક વર્ષોથી દીકરીના પરિવાર સાથે થતાં અન્યાય તેમજ છેતરપિંડી નાં બનાવો અટકાવવા માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ સમાજો આગળ આવી છે.. જૉકે લગ્ન નોંધણી માં માતા પિતા ની સહી તેમજ હાજરી ફરિજયાત કરવા હવે ભાજપના હાલનાં ધારાસભ્ય અને લાંબા સમય સુધી ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા રમણલાલ વોરા એ લગ્ન કાયદામાં સુધારો કરવા રાજયના મુખ્યમંત્રી ને લેખીત રજૂઆત કરી છે.. લગ્ન નોધણી અધિનિયમ 2006 એક્ટમાં સુધારો કરવા કૉંગ્રેસ તેમજ સમજો બાદ હવે ખુદ ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યાં છે.. વર્ષ 2020માં ઈડરના ભાજપ આગેવાન અશ્વિન પટેલ દ્રારા પણ લગ્ન કાયદામાં સુધારો કરવા તેમજ છેતરપિંડી નો શિકાર બનતા પરિવારોને અન્યાય થતો અટકાવવા માતા-પિતા ની સહી ફરિજયાત કરવા રજૂઆત કરાઇ હતી..
હાલ ના સોશિયલ મીડિયા ના યુગ માં અનેક દીકરીઓ સોશિયલ મીડિયા નો ભોગ બનતી હોય છે.. જેમાં ગુજરાત ની વાત કરવામાં આવે તો અનેક યુવતી ઓ સોશિયલ મીડિયા દ્વારા યુવક ના સંપર્ક માં આવતી હોય છે.. જેમાં યુવક દ્વારા યુવતી ને લોભ લાલચ જેવા અનેક કિસ્સા ઓ સામે આવતા હોઈ છે.. જેને લઇ ધારાસભ્ય રમણલાલ વોરા એ મુખ્યંત્રી ને લેખિત માં રજૂઆત કરી છે કે લગ્ન નોંધણી કરવા માટે કે લવ મેરેજ કરવા માટે યુવક અને યુવતી બન્ને ના માતા-પિતા ની સહી હોવી જરૂરી છે.. કારણ કે કેટલીક યુવતીઓ એક તરફી પ્રેમ માં આવી ને માતા-પિતા ના વિરુદ્ધ માં જઈને કોર્ટ મેરેજ કરી લેતા હોઈ છે.. યુવકની વાતોમાં આવી પ્રેમ લગ્ન કરનારી મોટાભાગની યુવતીઓ લગ્ન કર્યાં બાદ અફસોસ કરતી હોય છે.. જ્યારે નાનપણ થી મોટી કરેલી દીકરી અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી પરિવારને છોડી દેતી હોય છે જેણે કારણે નિર્દોષ પરિવારો છેતરપિંડી તેમજ અન્યાય નો ભોગ બનતા હોય છે..
ખાસ કરીને શોસિયલ મીડિયા દ્વારા કેટલાક વિધર્મી લોકો દ્વારા દીકરી ઓને પોતાની પ્રેમ ઝાડ માં ફસાવી લવ જેહાદ જેવા કૃતિઓ આચરતા હોઈ છે.. જ્યારે પ્રેમ લગ્ન તેમજ લવજેહાદ જેવા બનાવો અટકે તેણે લઇ ઇડર વડાલી ના ધારાસભ્ય રમણલાલ વોરા એ મુખ્યમંત્રી ને લગ્ન નોંધણી ના કાયદામાં સુધારો કરવા અપીલ કરી છે.. જેમાં ઇડર સહિત અનેક શહેરો ના લોકો આ રજૂઆત ની પ્રશંસા કરી રહ્યા છે.. અને આ કાયદો અમલ માં આવે તેવી સરકાર ને રજૂઆત કરી રહ્યા છે…
જયંતિ પરમાર સાબરકાંઠા








