માદક પદાર્થ હેરોઈન સાથે અફીણનો કુલ કિં,રૂ,૧,૧૨,૨૦,૮૦૯/- નો મુદ્દામાલ ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

8 – જાન્યુ
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ કચ્છ :- પૂર્વ કચ્છ ગાંધીધામ એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી હડીકત આધારે અંજાર વિસ્તારમાં આવેલ પુરૂષોત્તનગર મ.નં.૧૩ મેઘપર(બો) ખાતે રહેતા જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્નિ વિજયરાજે જગદીશ બિશ્નોઈ મુળ રહે. કોઝા તા. ધોરીમના જીલ્લો બાડમેર રાજસ્થાન વાળા પતિ પત્ની એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગે.કા રીતે માદક પદાર્થ હેરોઈન તથા પીળા કીમ કલરનો હેરોઈન તથા કાળો કથ્થાઈ કલ૨નો ઘટ પ્રવાહી અફીણનો રસ રાખી ગે.કા. રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોય જેથી તેના રહેણાંકના મકાનમાં રેઈડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ્લ કિંમત રૂપિયા ૧,૧૨,૨૦,૮૦૯/- નો મુદ્દામાલ વેચાણ અર્થે -રાખી મળી આવેલ હોય.જેથી ઝડપાયેલા આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
પકડવાના બાડી આરોપી :- (૧) સંજય બિશ્નોઈ રહે.જાનવી ગામ તા. સાંચોર રાજસ્થાન વાળો.








