AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ ખાતે મહિલા સ્વ-રક્ષણ અને સલામતી તાલીમ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

AIM ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી તાલીમ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 થી વધુ શાળાની છોકરીઓ અને SPC કેડેટ્સે ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી.

આ સેમિનાર નારોલ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.એમ.ઝાલા સાહેબ અને નારોલ SHE ટીમ ઈન્ચાર્જ ASI દર્પિતા બેન કોન્ટ્રાક્ટર અને તેમની ટીમની હાજરીમાં યોજાયો હતો.

આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહે છોકરીઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું. છોકરીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.

[wptube id="1252022"]
Back to top button