GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

પતિ અને સાસુના માનસિક ત્રાસથી કંટાળી ગયેલા મહિલાને આત્મહત્યાનાં વિચારમાંથી મુક્ત કરાવતી અભયમ ટીમ

પતિ અને સાસુના માનસિક ત્રાસથી કંટાળી ગયેલા મહિલાને આત્મહત્યાનાં વિચારમાંથી મુક્ત કરાવતી અભયમ ટીમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શહેરના મધ્યમ વિસ્તારમાંથી આજરોજ એક મહિલાએ રડતા અવાજે 181 માં ફોન કરીને જાણ કરી હતી કે, મને મારા સાસુ અને પતિ દ્વારા અનહદ ત્રાસ આપવામાં આવે છે, જેથી મારે મરી જવું છે. જો તમે મારી વાહારે નહીં આવો તો હું થોડી જ વારમાં આત્મહત્યા કરી લઈશ. જેથી બનાવના પગલે તાત્કાલિક જ 181 મહિલા અભયમની ટીમ સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરી હતી. દરમ્યાન તેમનું કાઉન્સલિંગ કરતાં જાણવા મળ્યું હતુ કે, તેમના પતિ બેન સાથે ઘરમાં સરખી રીતે વાત ન કરતા હોય તેમ જ તેમનાથી હંમેશા દૂર દૂર અને અંતર બનાવી રાખી રહેતા હતા. તેમજ મહિલાનાં સાસુ પણ બેન સાથે સરખી રીતે વર્તન ન કરતા હોય અને નાની મોટી વાતોમાં હંમેશા મેણા ટોણા મારતા હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલા માનસિક રીતે કંટાળી હારી ગયેલા હોવાની મરવા સીવાય અન્ય કોઈ રસ્તો તેમને સુજતો ન હોય. કારણ કે તેમના પિયરમાં પણ તેમને કોઈ રાખવા માટે તૈયાર ન હોય જેથી છેલ્લો રસ્તો આત્મહત્યા કરવાનો અપનાવ્યો હતો. આમ મરવાનો વિચાર આવતો હોય જેથી ફરજ પરના કાઉન્સેલર તન્વીકાબેન પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતાબેન ગોંડલીયા બેનએ સમજાવી તેમને મરવાના વિચાર ન આવે તેના માટે કુશળ કાઉન્સલિંગ કરી આગળ તેમની લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સમજાવ્યું હતુ. તેમજ તેમના સાસુને પણ સ્થળ ઉપર યોગ્ય માર્ગદર્શન અને સલાહ સુચન પૂરું પાડ્યું હતુ. ત્યારબાદ મહિલાને વધુ કાઉન્સિલીંગની જરૂરિયાત જણાતા સખી વંશટોપ સેન્ટર વિશે માહિતી આપી અને લાંબાગાળાના કાઉન્સલિંગ કરવા તેમજ સાસુ અને પતિ સાથે સંબંધ સુધારવા માટે તેમજ આગામી દિવસોમાં ઘરમાં શાંતિપૂર્વક વાતાવરણ રહે અને પરિવાર સુખમય જીવન જીવી શકે તે માટે મહિલાને સખીવન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યાં છે. આમ, જૂનાગઢની 181 મહિલા અભયમ ટીમ દ્વારા મહિલાનાં ઘરે યોગ્ય સમયે પહોંચી અને મહિલાને આત્મહત્યા કરતાં અટકાવી તેવા વિચારોમાંથી મૂક્ત કરાવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

[wptube id="1252022"]
Back to top button