GUJARATNAVSARI

નવસારી કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીનું પ્રદર્શન…

મદન વૈષ્ણવ
ફોટોગ્રાફી  એક પ્રકાર ની કળા છે. આપણે દરેક પળોને  જીવંત રાખી શકીયે છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સીટીમાં આવેલ ફોરેસ્ટી કોલેજ ખાતે નેચર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝીબિશનમ યોજવામાં આવ્યો છે. આ ચાર દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો, ઝેડ એન પટેલ અને ડાંગ ડી સી એફ  દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લુ મુકાયું હતું.
નવસારી કૃષિ યુનિવર્સીટીમાં કૃષિનાં અભ્યાસ કર્મ સાથે  ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીના પણ વિશેષ અભ્યાસ કાર્યરત છે.  નવસારી કૃષિ યુનીવર્સીટીએ ફોટોગ્રાફી વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે છેલ્લા દસ વર્ષમાં 200 જેટલા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ કોર્સમાં નેચર ફોટોગ્રાફી,વાઇલ્ડ, પ્રોડોક્ટ, ટેકસટાઇલ  સાથે સ્પોટ્સ, લાઈટીંગ, સ્લો-સ્પીડ, વેડિંગ, બર્થડે વગેરે  સાથે લોકજીવન તથા પોતાના વિચારોને એક તસ્વીર મારફતે માહિતગાર કરવામાં આવે છે. નવસારીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓએ જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીના પસંદગીના ફોટોનું પ્રદર્શન આજથી આરંભ થયો છે. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં ફોરેસ્ટી કોલેજ ખાતે એક્ઝીબિશનમાં ફોટોગ્રાફ સાથે પ્રદર્શન તારીખ ૦4 થી 07 જાન્યુઆરી સુધી રેહશે. આ ફોટોગ્રાફ સાથે પ્રદર્શનમાં 19  વિધાર્થીઓના ફોટોગ્રાફની પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ 40 ફોટોગ્રાફ્સની પસંદગી કરેલ છે. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર ઓલિવિયર ફોલલ્મીના બર્ફીલા પર્વતોના અલ્હાદક 10 ફોટોગ્રાફ સાથે કુલ 50 ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં નેચરલ અને ક્રિયેટિવ ફોટોગ્રાફ દરેક બાબતોને દર્શવવામાં આવે છે. ફોટોગ્રાફરની કળા દ્વારા કુદરતના સંવર્ધન અને સંરક્ષણ વિષયક જાગૃતિના જે પ્રયાસોને કેમરામાં કેદ કરવામાં આવી છે. પ્રદર્શનમાં રજૂ થયેલ ફોટોગ્રાફ્સમાં મુલાકાતીઓને કુદરતે બનાવેલ દુનિયાના અનેક રંગો તથા પાસાઓ જોવા મળેલ. વન્યજીવો સાથે અદભૂત જૈવવિવિધતા,  માનવ લોકોનું જીવન સાથે વન્યજીવની ચલહપહલ અને વિવિધ મિજાજની ઝાંખી ફોટોગ્રાફ્સ થકી રજૂ કરવામાં આવેલ. ચાર  દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનમાં  શુભારંભ દિને ફોરેસ્ટી કોલેજના દીન ડો પી કે સીવાસ્તવ, કૃષિ યુનીવર્સીટી ડાયરેકટર રિચર્ચ ડો ટી આર અલહાવત, ડો નીકુલસિંહ ચૌહાણ, ફોરેસ્ટી કોલેજના પૂર્વ દીન ડો એન એલ પટેલ, નેચર અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કોર્સ નવસારીના ડીરેકટર ડો.આદીલ કાઝી, ફોટોગ્રાફી કોર્સ ગાઈડ  નેવિલ ઝવેરી સાથે  મહાનુભાવો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button