GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કલેક્ટરશ્રીએ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરહોણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું

કલેક્ટરશ્રીએ રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સૂચનાઓ આપી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનાર સર કરવા માટે તા.૭-૧-૨૦૨૩ના રોજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરહોણ સ્પર્ધા યોજાશે. જેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ સ્પર્ધાના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી સંબંધિત અધિકારીઓને સાથે જરૂરી પરામર્શ કરવાની સાથે રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોએ જરૂરી સુવિધાઓ મળી રહે ઉપરાંત સ્પર્ધાના રૂટમાં સ્પર્ધકોને અગવડતા ન પડે તેની તકેદારી લેવા માટે સૂચના આપી હતી. કલેક્ટરશ્રી અને સંબંધિત અધિકારીશ્રીઓ મંગલનાથ આશ્રમ ઉપરાંત ગિરનાર પગથિયાનું પણ નિરીક્ષણ કર્યું હતું
આ સ્પર્ધા ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર  અને જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button