GUJARATJUNAGADHKESHOD

કેશોદ નજીક આવેલ સોનલ ધામ મઢડા ખાતે ૧૦૦ સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી ઉજવાશે

કેશોદના મઢડા ગામે આવેલ સોનલ ધામ સમગ્ર પથંકનુ આસ્થાનું કેન્દ્ર છે. દેશ વિદેશમાં વસતાં સોનલમાં ના માઈ ભક્તો ઉપસ્થિત રહેશે.કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ લોકસાહિત્ય ના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી રાત્રે સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે કેશોદના મઢડા સોનલ ધામ ખાતે સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પાંચ લાખથી વધારે ભાવિકો ભક્તો આવવાની સંભાવના કેશોદના મઢડા ગામે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વીવીઆઈપી વીઆઈપી નેતાઓ આગેવાનો પધારવાના હોય વહીવટી તંત્ર દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું આયોજન સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી સોપવામાં આવી જવાબદારીઓ કેશોદના મઢડા સોનલ ધામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિકો ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી મઢડા ગામે સોનલ બીજ ની શતાબ્દી ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મઢડા ખાતે સોનલ માંની ભવ્ય જન્મ શતાબ્દી ઉજવાશે તારીખ 11,12 અને 13 જાન્યુઆરીએ ઉજવાશે માતાજીની જન્મ શતાબ્દી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 13 જાન્યુઆરીએ રહેશે ઉપસ્થિત સભા, રાસ ગરબા , શોભાયાત્રા તેમજ લોક ડાયરાનું કરાયું આયોજન લોક ડાયરામાં નામાંકીત નાના મોટા કલાકારો દ્વારા બોલાવશે ડાયરા ની રમઝટ બોલાવશે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ન સર્જાય તે માટે આસપાસના રસ્તાઓ વનવે કરી પાર્કિંગ વ્યવસ્થા માટે 300 વિધા જમીનનું આયોજન કરવામાં આવ્યું લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવા સંભાવના વચ્ચે મેડીકલ સેવા ઉપલબ્ધ કરવા આયોજન કરાયું

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા (મઢડા – કેશોદ)

 

[wptube id="1252022"]
Back to top button