
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારીના વાંસદા તાલુકાના ખરજઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામા આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ રજુ કરી હતી.
ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. શાળાના બાળકોએ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, ધરતી કહે પુકાર કે થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું.. હેલ્થ કેમ્પ સહિત વિવિધ વિભાગોના યોજનાકિય માહિતીસભર સ્ટોલો લગાવવામાં આવ્યા હતા.સૌ ગ્રામજનોએ હેલ્થ ચેકઅપ તેમજ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
આ પ્રસંગે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ,સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ,શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.