
31-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા કચ્છ :- “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું કચ્છ – સ્વચ્છ કચ્છ” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત માંડવી વિધાનસભામાં શરૂ થયેલ સફાઈ અભિયાન અંતર્ગત મુંદરા શહેર અને તાલુકાનાં વિવિધ ગામોમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું. સાથે મચ્છરજન્ય રોગોને અટકાવવા જરૂરી દવાનો છંટકાવ કરવામાં આવ્યું. ‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ હેઠળ માંડવી વિધાનસભાના વિવિધ ગામોમાં આગામી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધી સફાઈ કાર્ય હાથ ધરી ગામોને સ્વચ્છ બનાવવામાં આવશે. આ સંદર્ભે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જીએ ગામના સૌ નાગરીકો, પદાધિકારીઓ અને સામાજીક આગેવાનોને ‘સાંસદ સ્વચ્છતા અભિયાન’ માં બહોળી સંખ્યામાં જોડાવવા અને આ અભિયાનને સફળ બનાવવા આહવાન કર્યું છે.










