ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ગાંધીવાડા મકાનમાં 74 હજારની ચોરી કરનાર પકોડીની લારી ચલાવતા સોનીવાડાના યુવકને ઝડપ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે ગાંધીવાડા મકાનમાં 74 હજારની ચોરી કરનાર પકોડીની લારી ચલાવતા સોનીવાડાના યુવકને ઝડપ્યો

ચોરી કરનાર યુવકને ગાંધીવાડા શ્રીનાથજી પ્રોવિઝનમાં સિગારેટ પીવા જતો હોવાથી દુકાન માલિકના ઘરે પૈસા હોવાની જાણ થતા ચોરી કરી

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ગાંધીવાડા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સના માલિકનાં ઘરમાંથી વહેલી સવારે ચોર ત્રાટકી પર્સમાં રહેલ 74 હજારની ચોરી કરી ફરાર થઇ જનાર યુવકને ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં સાર્વજનિક હોસ્પિટલ પાસેથી દબોચી લઇ ચોરી કરેલ 74 હજાર રૂપિયા રિકવર કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરના ગાંધીવાડા વિસ્તારમાં ઘરમાંથી 74 હજાર ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને બાતમીદારો સક્રિય કરી ચોરી કરનાર લબરમૂછિયા પરપ્રાંતીય યુવક રવીકુમાર ભુરસીંગ રાજપૂતને ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

[wptube id="1252022"]
Back to top button