
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા વિવિધ માંગ સાથે કેશોદ શહેર ખાતે રેલી કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કેશોદ શહેર ખાતે અલગ અલગ ગામોમાંથી પણ લોકો એકઠા થયા હતા. જેમા તેમની અનુસૂચિત જાતિ, જન જાતી, અન્ય પછાત વર્ગોના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓને લઈને કેશોદ શહેર ચાર ચોક ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાથી રેલી મારફતે પોતાની વાત પ્રશાસન સુઘી પહોચાડી હતી તેમજ તેમની અલગ અલગ 15 જેટલી માંગણીઓ ને આવેદન રૂપી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સુઘી પહોંચાડ્યું હતું. આ સાથે જ લોકોનાં હિતના પ્રશ્નોનાં નિરાકરણ આવે અને લોકોને મુશ્કેલી માંથી મુક્તિ મળે તે માટેની અરજ કરી હતી
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]





