GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગાંભોઇ-રાજપુર ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગાંભોઇ-રાજપુર ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

****

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંભોઇ-રાજપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button