સમિયાલા નજીક આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે બે દિવસીય શ્રી કૃષ્ણ સત્સંગીની સંપન્ન થયો

28 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સમિયાલા ગામ નજીક આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે મંદિર ના ૧૧ માં વાર્ષિકોત્સવ અને ગૌશાળા ના લાભાર્થે બેદીવસીય શ્રી કૃષ્ણ કથા સતસંગ નું ભવ્ય આયોજન કરાયું હતું,કથા નું રસપાન પરમ પૂજ્ય સંત શિરોમણી રાષ્ટ્રીય સંત પરમહંસ શ્રી સદાનંદજી મહારાજે કરાવ્યું હતું, બેદીવસીય દરમિયાન કથા માં કૃષ્ણ જન્મોત્સવ સહિત કૃષ્ણ સુદામ મિલન જેવા અનેક ઉત્સવો મનાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પ.પૂ શ્રી જગતરાજજી મહારાજ(કરનાલ,હરિયાણા વાળા) પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આ પ્રસંગે અટલાદરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ના અરુણાદીદી સહિત અખીલ ભારતીય વિશ્વ હિન્દુ પરીસદ નાં કેન્દ્રીય મંત્રી દિલીપભાઇ ત્રીવેદી, પાદરા વિધાનસભા ના ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા તેમજ પાદરા નાં અગ્રણી અને નગર શેઠ ઘનશ્યામભાઇ ઠક્કર અને પાદરા મહાજન મંડળ ના પ્રમુખ સુર્યકાંત બાબુભાઇ ચોક્સી, રાષ્ટ્રીય સંયમ સેવક સંઘ ના અનેક કાર્યક્તાઓ અને સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે આવેલા મહાનુભવો સાથે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે નામકિત ઉધોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય યજમાન વિનોદભાઇ અગ્રવાલ, અનિલભાઇ અગ્રવાલ, જયકિશન અગ્રવાલ કુંટુબ સાથે જોડાયા હતા જેમાં તમામ મહાનુભવો નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે કથા ના અંતે મહાઆરતી સાથે સંપન્ન થઈ હતી. મહેન્દ્રભાઈ અગ્રવાલે આઅંગએ જણાવ્યું હતું.










