
કેશોદથી અજાબ ને જોડતો મેઈન રોડ કરેણી થી અજાબ સુધી નો છ.કિમી નો રસ્તો બીલકુલ બિસ્માર હાલતમાં હોય અજાબ સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા કેશોદના ઘારાસભ્ય દેવાભાઈ માલમને લેખીત રજુઆત કરવામાં આવી આવતા આયોજનમાં ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી આ રોડ ની રીફ્રેશિગ ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેમજ રોડ પર ના અજાબ ગામ થી એક કિમી ના અંતરે આવેલ પહેલુ પુલ પણ ખુબજ જર્જરિત હોય ગમે ત્યારે આકસ્મિક ધટના બની સકે તેમ હોય તે પુલ ના જેતે જવાબદાર અધિકારી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અંગત રસ લઈ ને યોગ્ય પરિણામ લઈને કામગીરીને હાથ પર લહેડાવે તેવી પણ પંચાયત દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]