
૨૫-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૨’ અંતર્ગત કચ્છની સૌથી મોટી ઓપન ડે-નાઇટ ક્રિકેટ મેચની ગઈકાલે ‘મેગા ફાઈનલ’ ખૂબજ ઉત્સાહભરી અને હૃદયસ્પર્શી રહી. માનવ જીવનમાં ખેલો નું વિશેષ મહત્વ સામાજીક સંરચના અને ટીમ વર્કની ભાવના ને પ્રબળ બનાવતા આપણા લોક લાડીલા વડા પ્રધાન ના સાંસદ ખેલ મહોત્સવ ના આહ્વાન ને સાર્થક બનાવવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા એ કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ભુજ સંયુક્ત ૪૧ દિવસીય સાંસદ ક્રિકેટ ટુર્નામેંન્ટ સિઝન – ૨ નું આયોજન કર્યું હતું. વિનોદ ચાવડા ફેન કલ્બ ટીમ, ભુજ અને બ્રીજરાજ-૧૧ ટીમ, ભુજ વચ્ચે ફાઇનલ ખુબજ રોમાંચક રહી હતી. આ મેચ માટે રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા ટોસ વિધિ કરવામાં આવી. જે ટોસ બ્રીજરાજ – ૧૧ ટીમ જીતતા પ્રથમ બોલિંગ કરવાનું નક્કી કર્યું. કચ્છ જીલ્લા ના ભુજ ખાતે કચ્છ લોક સભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨, સૌથી મોટી ઓપન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુંધી જયુબિલી ગ્રાઉન્ડ ભુજ ખાતે આ મેચો રમાઈ હતી સાથે સાથે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું પણ આયોજન કરવામાં આવેલ
આ મેગા ફાઈનલ મેચમાં કચ્છ જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને સાથે પધારેલા અતિથિ વિશેષશ્રી ભારતીય ટીમના ભૂતપૂર્વ ખિલાડી શ્રી મુનાફભાઈ પટેલ, ભારતીય ટીમના ખિલાડી શ્રી મોહિત શર્મા, રણજી ટ્રોફી સિલેક્શન કમિટીના ચીફ શ્રી બીપીનભાઈ પૂજારા, રણજી ટ્રોફી સિલેક્શન કમિટીના મેમ્બર શ્રી ફિરોઝભાઈ બામ્ભણીયા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સિલેકશન કમિટીના મેમ્બર શ્રી ભૂષણ ચૌહાણ, રણજી ટ્રોફી ક્રિકેટર શ્રી નકુલ અયાચી અને મુકુલ ડાંગર નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ મેચમાં વિનોદ ચાવડા ફેન ક્લબ ટીમ એ દસ વિકેટે ૧૧૯ રન બનાવ્યા તો બ્રિજરાજ-૧૧ ભુજ ટીમ એ ૯ વિકેટે ૧૧૬ રન બનાવતા મેચમાં ભારે રસ્સા-કસ્સી બાદ વિનોદ ચાવડા ફેન ક્લબ ટીમનો ઐતિહાસિક વિજય થયો હતો. ખેલ મહોત્સવમાં વિજેતા થયેલ ટીમને ઉપસ્થિત મહાનુભાવશ્રીઓ અને જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રોત્સાહિત કરી ઈનામ આપવામાં આવ્યું. જેમાં ચેમ્પિયંસ ટીમને રૂ.૫૧,૦૦૦/-, રનર્સ અપ ટીમને રૂ.૩૧,૦૦૦/- અને ખેલ મહોત્સવ દરમ્યાન મેન ઓફ ધ સીરીઝ ને રૂ.૨૧,૦૦૦/- નું પુરસ્કાર સાથે ઈનામો આપવામાં આવ્યા. આ સાથે જ બેસ્ટ બેટ્સ મેન – રૂ.૨૧૦૦/-, બેસ્ટ બોલર -રૂ.૨૧૦૦/-, બેસ્ટ વિકેટ કીપર -રૂ.૨૧૦૦/-, બેસ્ટ ફિલ્ડર – રૂ.૨૧૦૦/-, બેસ્ટ કેચ – રૂ.૨૧૦૦/-, બેસ્ટ ઈમર્જિન્ગ પ્લેયર – રૂ.૨૧૦૦/-, ફાઈનલ મેન ઓફ ધ મેચ – રૂ.૧૧૦૦/-, હાઈહેસ્ટ ટીમ ટોટલ – રૂ.૧૧૦૦/-, હેટ્રિક – રૂ.૧૧૦૦/-, બેસ્ટ ફિફ્ટી – રૂ.૧૧૦૦/-, ફાઈવ વિકેટ હોલ્ડ – રૂ.૧૧૦૦/-, સિક્ષ સીક્ષર પ્લેયર – રૂ.૧૧૦૦/- નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું. આ ૪૧ દિવસીય ટુર્નામેન્ટને ૭.00 લાખ થી વધુ લોકોએ ATV Live યુ ટ્યુબ ચેનલ પર નિહાળી. મેચ દરમ્યાન જયુરીના સભ્ય સર્વશ્રી મનીષ બારોટ, મયુરસિંહ જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, કુલદીપસિંહ જાડેજા, વિરમ આહિરે સેવા આપી હતી. મેચ દરમ્યાન ખેલ મહોત્સવમાં ભાગ લેનારી ટીમો, પધારેલ પંચાયત સ્તર થી જીલ્લા સ્તર ના પદાધિકારીઓ ને આવકાર જયુરી ના સદસ્યો દ્વારા આપવામાં આવેલ વ્યસ્થામાં વિશાલ ઠક્કર, કિશોર નટ, કૃણાલભાઇ ઠક્કર, પ્રતિક શાહ વિગેરે વિશેષ યોગદાન આપ્યું હતું. ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ દરરોજ યુ ટ્યુબ પર ATV ક્રિકેટ લાઈવ દ્વારા પ્રસારણ કરવામાં આવેલ.










