BANASKANTHAGUJARATPALANPUR

શ્રી સ્વસ્તિક બાલમંદિરમાં તુલસી પૂજન નું આયોજન કરાયું

24 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ.મેસરા બાલમંદિર, પાલનપુરમાં તા- ૨૧ ડિસેમ્બર ૨૩ ના રોજ ‘તુલસી પૂજન’ નું આયોજન કરવામાં આવ્યું.સનાતન ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. આ માટે સનાતન ધર્મના અનુયાયીઓ ના ઘરે દરરોજ સવાર-સાંજ તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે તો ઘણા લોકો દ્વારા ૨૫ ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે રવિવાર સિવાય તમામ દિવસોમાં તુલસીના છોડને જળ ચઢાવવું જોઈએ. સાંજે ઘીનો દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. દરરોજ તુલસી માની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. જ્યારે તુલસી પૂજન ના દિવસે તુલસી માનું પૂજન કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.બાળસંસ્કારમંદિર અને બાલમંદિરના બાળકો દ્વારા તુલસી માતા ની પૂજા કરી આરતી કરવામાં આવી તેમજ બાળમંદિરના આચાર્યા દર્શનાબેન મોદી એ બાળકોને તુલસી માતા નું મહત્વ સમજાવી તુલસી માતા નું પૂજન કરાવ્યું ‌.તુલસી પૂજન નું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના નિયામક શ્રી મહેન્દ્રભાઈ પંચાલ હાઇસ્કુલ વિભાગના આચાર્યશ્રી મણીભાઈ સુથાર બાલમંદિરના તમામ સ્ટાફગણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button