GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર બાર એસોસિએશન ની ચૂંટણી માં પ્રમુખ તરીકે રતનભાઈ દેસાઈ ચૂંટાયા

વિજાપુર બાર એસોસિએશન ની ચૂંટણી માં પ્રમુખ તરીકે રતનભાઈ દેસાઈ ચૂંટાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બાર એસોસિએશન ની યોજાયેલ પ્રમુખની ચૂંટણી માં બે ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જેની શુક્રવારે યોજાયેલ ચૂંટણી માં 105 જેટલા મતદાતાઓ માંથી 101 જેટલા મતદારોએ મતદાન કર્યું એક મત રદ થયો હતો જેની ગણતરી સાંજના ચૂંટણી કમિશ્નર કપિલ બ્રહ્નભટ્ટ તેમજ તુલેશભાઈ વૈદ્ય દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવતા રતનભાઇ દેસાઈ ને 68 મતો તેમજ નરેન્દ્રભાઈ પટેલને 32 મતો મળતા રતનભાઈ દેસાઈને વિજેતા જાહેર કરવામાં આવતા ટેકેદારો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ઊપ પ્રમુખ તરીકે રોહિત ભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મંત્રી તરીકે ધનંજય ઉપાધ્યાય તેમજ સહમંત્રી તરીકે તનજીલ અલી સૈયદ ને બીન હરીફ જાહેર કરવા માં આવતા તેઓનું પણ ટેકેદારો એ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું પીઢ અડવોકેટ અશોકભાઈ બારોટ સહિત તમામ એડવોકેટ ના સભ્યોએ વધાવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button