આદર્શ વિદ્યાલય, વિસનગરના “અમૃત મહોત્સવ” અંતર્ગત વિસનગર નગરમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું


23 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના 75 વર્ષ પૂર્ણ થયેલ છે. જેના”અમૃત મહોત્સવ” અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તા-23 ડિસેમ્બર 2023 ને શનિવારના રોજ સવારે 8:30 થી 11:30 કલાક સુધી વિસનગર નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટવરભાઈ એમ.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નાનજીભાઈ આર.ચૌધરી , મંત્રીશ્રી ડૉ. વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, સહમંત્રીશ્રી રામજીભાઈ એમ.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરી તથા મંત્રીશ્રી વી.જી.ચૌધરી, બાંધકામ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ એલ.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી તથા મંત્રીશ્રી કાનજીભાઈ ડી.ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ લીલી ઝંડી આપી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ શોભાયાત્રામાં એન.સી.સી. તથા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને આદર્શ શૈક્ષણિક સંકુલના ધ્વજ સાથે પરેડ, આદર્શ શૈક્ષણિક સંકુલના આદ્ય સ્થાપકોની તસવીરો, આદર્શ શૈક્ષણિક સંકુલની સિદ્ધિઓ, નાના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા, ભાતીગળ ગરબા-નૃત્ય, લેઝીમ, રમત-ગમત તથા કસરતના દાવ, ભારતીય ગ્રામીણ જીવન, વિસનગર નગરની વિરાસત, વોકેશનલ અભ્યાસ, અવકાશીય ચંદ્રયાન, વ્યસન મુક્તિ, ગ્રાહક જાગૃતિ અને મોબાઈલના ગેરલાભ વગેરેના ટેબ્લો તથા એન.એન.એસ., સ્કાઉડ-ગાઈડ અને સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા કૂચ કરી જનજાગૃતિના શ્લોગન તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આમ વિવિધ ટેબ્લોની ઝાંખીઓ દ્વારા તથા લાઈવ ડી.જે. દ્વારા શોભાયાત્રાને નિહાળી રહેલ નગરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ સાથે શોભાયાત્રાના પ્રયાણ માર્ગમાં આવેલ રાજપુરુષો તથા વિશિષ્ટ મહાપુરુષોની પ્રતિમાઓને કેળવણી મંડળના હોદ્દદારશ્રીઓએ ફૂલમાળા પહેરાવી પુષ્પો અર્પણ કર્યા હતા. સાથે સાથે વિસનગર શહેરની સી.એન.કોલેજ, ડી.ડી. કન્યા વિદ્યાલય, ચકુબાઈ પ્રાથમિક શાળા, નૂતન સર્વ વિદ્યાલય, જી. ડી.હાઈસ્કુલ વગેરે શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રી તથા આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરી આદર્શ શૈક્ષણિક સંકુલના આદ્ય સ્થાપકોની તસવીરોને પુષ્પો અર્પણ કર્યા હતા.આ સાથે વિસનગર ખરીદ વેચાણ સંઘ, રોટરી ક્લબ અને અર્બુદા ક્રેડિટ સોસાયટીના હોદ્દેદાર અને કર્મચારીઓએ તથા મોહનનગર સોસાયટીના પ્રમુખશ્રી તથા રહેવાસીઓ અને વિસનગરના વરિષ્ઠ નાગરિકોએ પણ શોભાયાત્રાનું સ્વાગત કરી આદ્ય સ્થાપકોની તસવીરોને પુષ્પો અર્પણ કર્યા. સાથે સાથે વિસનગર ખરીદ વેચાણ સંઘ તરફથી ચા-પાણી, ઉર્મિ એગ્રો તરફથી છાશ તથા અર્બુદા ક્રેડિટ સોસાયટી તરફથી બિસ્કીટ વિદ્યાર્થીઓને આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કાર્યો હતો.આ શોભાયાત્રા આદર્શ શૈક્ષણિક સંકુલમાં પરત ફર્યાં બાદ સૌ વિદ્યાર્થીઓ અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા.આમ કેળવણી મંડળના માર્ગદર્શન નીચે અને આચાર્યશ્રીની ગવપ્રેરણાથી આદર્શ શૈક્ષણિક સંકુલના સૌ સ્ટાફ મિત્રોના સહયોગથી શોભાયાત્રાનું સુંદર આયોજન થયું હતું.









