
23 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગના પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત ગીતા જયંતી ની ઉજવણી કરવામાં આવી ,જેમાં પ્રિ. ચૌહાણ સાહેબ દ્વારા શ્રીમદ્ ભગવદ્ગીતાના મહત્વ ઉપર પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને બી.સેમ.2,4,6 અને એમ .એ સેમ.2,4 ના વિદ્યાર્થીઓએ ગીતા-શ્લોક પારાયણ અને ભગવદગીતા ના મહત્વ ઉપર વક્તવ્ય આપ્યું જેનો લાભ 39 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતોશ્રીમદ્ભગવદગીતા એ ધર્મગ્રંથની સાથે એક શ્રેષ્ઠ જીવન ગ્રંથ છે. સમાજ અને વિદ્યાર્થીઓ સુધી ગીતાના મહત્વનો પ્રચાર પ્રસાર થાય તેવા શુભાશયથી પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા ગીતા જયંતિની ઉજવણી ડૉ .રાધાબેન પટેલ ડો સુરેખાબેન પટેલ, ડૉ.જાનકીબેન પટેલ દ્વારા કરવામાં આવે છે.અનોપચારિક શિક્ષણ કેન્દ્રના શિક્ષક યોગેશભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.





