BANASKANTHAKANKREJ

થરા ખાતે મોક્ષદા એકાદશીવ્રતની ઉજવણી,યજ્ઞ એવમ કથાની પુર્ણાહુતી કરાઈ.

કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું.આથી અગિયારસ ને ગીતા જયંતી પણ  કહેવામાં આવે છે.
——————————
ભગવાન કૃષ્ણના મુખથી ગીતાનો પ્રાદુર્ભાવ થયો હતો.ભગવાનના દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોક છે.અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે.મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન,કર્મ,શ્રદ્ધા,સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઈશ્વર પ્રકૃતિ,જીવન ને બંધન અને મોક્ષ કેવીરીતે થાય છે તેના પર પ્રતિપાદન કરાયું છે. વર્ષો પૂર્વે ગીતાજીનું સર્જન થયેલ હોવાનું મનાય છે.આ જીવનશ્રુસ્ટીમાં વસતા અને હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે.૧૦૦ થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે.ગીતાજીમાં કોઈ એવો વિષય બાકી નથી દરેક વિષયો જ્ઞાન ભક્તિ અને કર્મ સાધકને જરૂરૂ તમામ વિષયો પર ચર્ચા કરી છે. સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તો તેને આધાર મળી જાય છે.ગીતાનો સાર માત્ર એ છે કે ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ. સમાજ અંધશ્રદ્ધા મુક્ત બનાવી સાચી શ્રદ્ધાને ધારણ કરવી. માણસને કશું નહિ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. નિરાશા હિંમત બની જાય છે. માણસને અભયત્વ પ્રાપ્ત થાય છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા વિતરાગ સોસાયટીમાં રહેતા ઝોટાડા નિવાસી પ્રજાપતિ દિનેશભાઈ ગોરધનભાઈને ત્યાં એકાદશીવ્રત નિમિતે આજરોજ માગશર સુદ-૧૧ ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે શાસ્ત્રી દેવેન્દ્ર એચ. જાની (બકાભાઈ) સિદ્ધપુરવાળા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રજાપતિ ભારતીબેન દિનેશભાઈ ના યજમાનપદે સાંજે ૫ કલાક સુધી યજ્ઞ અને સાંજે ૭ કલાક થી રાત્રે ૧૧ કલાક સુધી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. ત્યારે પૂજ્ય સંતશ્રી સગરામદાસ મહારાજ-સરેલ,શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપપ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ ઈન્દ્રમાણા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહી યજ્ઞ તથા કથાનો લાભ લીધો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button