
તા.૮/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, jetpur: જેતપુરમાંથી ર૬ બાળમજૂરને મુક્ત કરાવવામાં આવ્યા છે. NGO દ્વારા સમાજ સુરક્ષાના અધિકારીઓ અને પોલીસને સાથે રાખી સાડી પ્રિન્ટિંગના કારખાનાઓમાં દરોડા પાડવામાં આવતા કારખાનામાંથી બાળમજૂરો મળી આવ્યા હતા. આ અંગે બે અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોબેલ એવોર્ડ વિજેતા કૈલાશ સત્યાર્થી દ્વારા સંચાલિત ‘બચપન બચાવો આંદોલન’ સંસ્થાના ગુજરાતના કો- ઓર્ડીનેટર શિતલબેન સંજીવભાઈ પ પ્રદીપ અને દામીનીબેન વિનોદભાઈ કર પટેલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. મૂળ દિલ્હીના આ એનજીઓમાં તેઓ છ વર્ષથી સેવા આપે છે.

જેતપુરના સાડીના કારખાનેદારો, ઠેકેદારો પરપ્રાંતીય બાળકો પાસે સખત મજૂરી કરાવતા હોવાની બાતમીને આધારે સમાજ સુરક્ષા વિભાગ, રાજકોટ ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સહિત જુદી જુદી શાખાઓને સાથે રાખી બે રજા આપી સવારથી રાત સુધી સખત મજૂરી કરાવી બાળકોનું શોષણ કરે છે. આ મુજબની બાતમીને આધારે એન્જીઓએ તેમની ટીમ અને શ્રમ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, પોલીસની ટીમોને સાથે રાખીને ચાંપરાજપુર રોડ વિસ્તારમાં આવેલી કારખાનાઓમાં તપાસ કરતા ર૬ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં કેટલાક કારખાનાઓના ઠેકેદારો યુપી, બિહાર ઝારખંડથી બાળકો લાવી અને અહીં મહિનામાં માત્ર બે દિવસની રજા આપી સવારથી રાત સુધી સખત મજૂરી કરાવી બાળકોનું શોષણ કરે છે. આ મુજબની બાતમીને આધારે એન્જીઓએ તેમની ટીમ અને શ્રમ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, પોલીસની ટીમોને સાથે રાખીને ચાંપરાજપુર રોડ વિસ્તારમાં આવેલી

ઓમ ક્રિએશન જલારામ પ્રિન્ટસ કારખાનામાં દરોડો પાડતા ૧૭ બાળ મજૂર મળી આવ્યા હતા. આ બાળકોને સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી ૧૨ કલાક કામ કરાવી માત્ર માસિક પથી ૭ હજાર પગાર આપાતો હતો. જેથી ઠેકેદાર જીઉત કુમાર ઉર્ફે જીતુ મિસરીરાય રાજભર અને કારખાનું ચલાવતા દીપેન જોગી સામે ગુનો દાખલ થયો હતો. બીજા ગુનામાં ચાંપરાજપુર રોડ વિસ્તારમાં આવેલ નવરંગ પ્રિન્ટ નામના કારખનામાં દરોડો પાડતા ૯ બાળ મજૂર મળી આવેલા, આ બાળકોને પણ સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી એમ ૧૨ કલાક કામ કરાવવામાં આવતું હતું. માસિક ૬ હજાર પગાર આપતો. પોલીસે અહીંના ઠેકેદાર વિશાલ રામુપ્રસાદ પાસવાન સામે ગુનો નોંધ્યો હતો.








