GUJARATSAYLA

થાનગઢ ના વિસ્તાર મા કોલસાની ખાણો બુરવાની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટર ઉપર ખનીજ માફીયાઓ એ કર્યો પથ્થર મારો.

થાનગઢ પાસે ભડુલા વિસ્તાર માં કોલસાની ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને કલેકટર સુરેન્દ્રનગર જિલ્લા ના હુકમ થી ૮૬ લાખ રૂપિયા નો કોલસાની ખાણો બુરવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર ઉપર અને જે સી બી મશીન ના ડ્રાઈવર ઉપર ખનીજ માફીયાઓ એ હુમલો કરતા સમગ્ર જિલ્લા માં ચકચાર મચી જવા પામી હતી ત્યારે મુળી તાલુકાનાં ધોળીયા ગામે પણ કામગીરી ચાલુ હતી તે પણ બંધ કરવામાં આવી છે અને તમામ જેસીબી આજે બંધ રાખવા માં આવેલ હતા હાલ ખાણ ખનીજ અધિકારી થાનગઢ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ ની કાર્યવાહી શરુ કરવામાં આવી છે જયારે હુમલો થયો ત્યારે પોલીસ પણ હાજર હોય તેમછતાં કોઈ કડક પગલાં ભરવામાં આવેલ નહીં કેમ? તે મોટો સવાલ પેદા થયો છે ત્યારે પોલીસ ની શંકાસ્પદ ભુમિકા અને ખનીજ માફીયાઓ સાથે ગઠબંધન ધરાવે છે ત્યારે ભુમાફિયા બેફામ સરાજાહેર અધિકારી ઉપર હુમલો કરતા ખચકાતા નથી આ સમગ્ર ઘટના થી પોલીસ ની રહીસહી આબરૂ નું ધોવાણ થયું છે
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button