GUJARATKUTCHMANDAVI

માંડવી માં સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તેમજ કચ્છ લોકસભા દ્વારા આયોજિત “સાંસદ સ્વછતા અભિયાન”

૨૧-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

“સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર”

માંડવી કચ્છ :- દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું કચ્છ – સ્વચ્છ કચ્છ” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે માંડવી વિધાનસભામાં માંડવી શહેર ખાતે જોગીવાસ વિસ્તાર પાસેથી “સાંસદ સ્વચ્છતા અભિયાન” નું પ્રારંભ કરાવવામાં આવ્યું. જે અંતર્ગત શહેરમાં નાના સ્ટેશનથી શિતલા માતાજી મંદિર સુધી, નાના સ્ટેશનથી કોઠા સુધી અને કોઠાથી બાપા સિતારામ મઢુલી સુધી સફાઈ કાર્ય હાથ ધરાવામાં આવશે તથા ડી.ડી.ટી છંટકાવ કરવામાં આવશે.આ અભિયાનના પ્રારંભ પ્રસંગે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંઝોડા, ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, સત્તાપક્ષ નેતા શ્રી લાંતિકભાઈ શાહ, સેનિટેશન ચેરમેન શ્રી પિયુષ ગોહીલ, બાંધકામ ચેરમેન શ્રી રાજેશભાઈ કાનાણી, પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલમ, ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી વિજયભાઈ ગઢવી, નગરસેવક કસ્તુરબેન દાતણીયા, ભારતીબેન વાડા ભા.જ.પા સંગઠનના મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, કમલેશભાઈ ગઢવી, માજી પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગોહિલ, પૂર્વ નગરસેવક શ્રી નરેનભાઈ સોની, હેમાંગભાઈ કાનાણી, યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શનભાઇ ગોસ્વામી સાથે ધનરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ઝાલા, જયશ્રીબેન મુછડીયા વગેરે કાર્યકર મિત્રો તથા આગેવાનો ઉપસ્થિત રહયા.

[wptube id="1252022"]
Back to top button