
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તા.૩૦ મી નવેમ્બર થી પ્રારંભ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયા છે. કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સરકારી યોજનાના લાભો વિશે પોતાના પ્રતિભાવો આપે છે.
જે અન્વયે વાંસદા તાલુકાના બેડમાળ ગામના નયનાબેન દિપકભાઇ જોગરાએ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, મારા સસરાને સતત ખાંસી અને તાવ રહેતા તેમજ ભૂખ નહિ લાગતા તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંકલાછ ખાતે બતાવતા ક્ષયરોગ થયાનું ખબર પડી હતી. જેથી તેઓએ સસરાની સમસયર સારવાર ચાલુ કરી દીધી હતી. આશાવર્કર બહેનો ઘરે આવીને ગોળી ગળાવી જતા હતાં. જેનાથી સસરાની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તેમજ કેન્દ્ર સરકારની નિક્ષય પોષણ યોજના હેઠળ દર માસે રૂા.૫૦૦/- ની સહાય પણ મળે છે. જે માટે તેઓએ સરકારશ્રી અને આરોગ્ય વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.





