AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાયો.એક વોન્ટેડ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે આહવા ખાતે ભીલ સમાજ સ્મારકના બગીચામા રેડ કરી હતી.ત્યારે બે ઈસમો ગેરકાયદેસર રીતે વરલી મટકા બજારના જુગારના અંકો ઓનલાઇન મોબાઇલમાં વોટસએપ એપ્લિકેશનમાં લખી લોકો પાસેથી નાણા ઉઘરાવી રહ્યા હતા.જે બાદ પોલીસે વરલી મટકાનો જુગાર રમાડનાર ઇબ્રાહિમ સુલેમા માજોઠી (રહે.આહવા) ની અટકાયત કરી હતી.જોકે કેશવ (રહે. સુરગણા જી. નાશીક મહારાષ્ટ્ર )નામનો વ્યક્તિ પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો .તેમજ પોલીસે સ્થળ પરથી મોબાઇલ અને રોકડ સહિત કુલ કિંમત રૂપિયા ૬૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button