GUJARATJUNAGADHVANTHALI

નંણદ સાથે ઝઘડો થતા ઘરેથી નિકળેલ મહિલાને તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવતી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન

નંણદ સાથે ઝઘડો થતા ઘરેથી નિકળેલ મહિલાને તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવતી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વંથલી અને માણાવદર હાઈવે પરથી એક મહિલા મળી આવેલ છે તેવુ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા જાણ કરતા ૧૮૧ની ટીમના ફરજ પરના કર્મચારી પ્રિયંકા ચાવડા તથા સહ સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા.
મહિલાને મળીને સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલિગ કરતા જાણવા મળેલ કે, વંથલી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં તેઓ ખેતી કામ કરે છે. તેઓ તેમના નણંદ સાથે રહે છે. તેમના પતિ કામ બાબતે બહારગામ ગયેલ હોય અને આજ રોજ મહિલા અને તેના નણંદ અને નણંદોયા સાથે ઝગડો થયેલ મહિલાને તેમના નણંદે ઘરની બહાર કાઢી મુકેલ રાત્રીનો સમય હોય અને મહિલા રોડ ઉપર દુકાન પાસે આવી ગયા હતા. જેથી મહિલાને તેમની વાડીએ લઈ જઈ મહિલાના નણંદ અને નણંદોયાનુ ૧૮૧ ની ટીમ ના કાઉન્સેલરે કુશળ કાઉન્સેલિગ કરીને સમજાવે મહિલા અને તેના નણંદ ને યોગ્ય માર્ગદર્શન, સલાહ, સુચન આપી અને મહિલા અને તેના નણંદનુ સ્થળ પર સુખદ સમધાન કરાવ્યુ હતુ. અને મહિલાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button