DANGGUJARAT

ડાંગ જિલ્લાનાં બે યુવકોને તાપીના સોનગઢ ખાતે અકસ્માત નડ્યો,સ્થળ પર જ બન્ને યુવકો મોતને ભેટ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ખાજુર્ણા ગામના યુવકો નવાપુર ખાતે મોટરસાયકલનાં એન્જિન નું સમારકામ કરાવવા ગયા હતા.ત્યારે પરત ફરતી વેળાએ તેમની મોટરસાયકલ તાપી જિલ્લાના વીરથવા ગામ ખાતે સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા બન્ને યુવકોનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ખાજુર્ણા ગામના દિનેશ અતિરામ પવાર અને તેમના મિત્ર પ્રકાશ મોહન બાગુલ પોતાના કબજાની મોટરસાયકલ રજી. નં.GJ-30-C-7438 પર સવાર થઈને નવાપુર ખાતે મોટરસાયકલ નું એન્જિન બનાવા મટે ગયા હતા.ત્યારે પરત ફરતી વેળાએ રાત્રીનાં સમયે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વિરથવા ગામના પુલ પાસે દિનેશ પવારે પોતાના કબ્જાની મોટર સાઇકલને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટર સાયકલ સ્લીપ મારી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને યુવકોનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.જેને લઈને સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button